ફ્રાન્સનો વિરોધ કરવાની લ્હાયમાં PAK મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, થઈ આંતરરાષ્ટ્રીય ફજેતી

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પોતાની ફજેતી પોતાની જાતે જ કરાવવામાં જાણે એક્સપર્ટ થઈ ગયુ છે. ફ્રાન્સના વિરોધના નામે પાકિસ્તાને એવું પરાક્રમ કર્યું છે કે સમગ્ર વિશ્વમાં તેની મજાક ઉડી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદને લઈને જે નિવેદન આપ્યું તેનાથી મુસ્લિમ દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. ફ્રેન્ચ ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. 
ફ્રાન્સનો વિરોધ કરવાની લ્હાયમાં PAK મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, થઈ આંતરરાષ્ટ્રીય ફજેતી

ઈસ્લામાબાદ: આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પોતાની ફજેતી પોતાની જાતે જ કરાવવામાં જાણે એક્સપર્ટ થઈ ગયુ છે. ફ્રાન્સના વિરોધના નામે પાકિસ્તાને એવું પરાક્રમ કર્યું છે કે સમગ્ર વિશ્વમાં તેની મજાક ઉડી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદને લઈને જે નિવેદન આપ્યું તેનાથી મુસ્લિમ દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. ફ્રેન્ચ ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. 

વિદેશ મંત્રીનો હતો પ્રસ્તાવ
આ ક્રમમાં પોતાને ઈસ્લામની રક્ષામાં સૌથી મોટા આગળ પડતા દેશ સાબિત કરવાની લ્હાયમાં પાકિસ્તાનની સંસદે એક પ્રસ્તાવ પાસ કર્યો. જેમાં ફ્રાન્સમાં પાકિસ્તાની રાજદૂતને પાછા બોલાવવાની વાત કરાઈ. અહીં નોંધવા જેવી વાત એ છે કે હાલ ફ્રાન્સમાં પાકિસ્તાનનો કોઈ રાજદૂત છે જ નહીં. આ પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ રજુ કર્યો હતો. 

જ્ઞાનના ભોપાળાના કારણે ઠેકડી ઉડી
આનાથી જાણવા મળ્યું કે વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને પોતાના મંત્રાલય અંગે કેટલું જ્ઞાન છે અને પાકિસ્તાનની સંસદમાં કેટલા સમજદાર લોકો બેઠા છે. હકીકતમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નિવેદનને લઈને સંસદમાં એક નિંદા પ્રસ્તાવ રજુ કરાયો. આ દરમિયાન કુરેશીએ પણ પ્રસ્તાવ રજુ કર્યો કે ફ્રાન્સમાંથી પાકિસ્તાની રાજદૂતને પાછા બોલાવી લેવામાં આવે. 

ત્રણ મહિનાથી કોઈ રાજદૂત નથી
કુરેશીના આ પ્રસ્તાવ પર સંસદમાં તરત સહમતિ બની ગઈ. પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ એકસૂરમાં પાકિસ્તાની રાજદૂતને પાછા બોલાવવાની વાતનું સમર્થન કર્યું. પણ મજેદાર વાત એ છે કે છેલ્લા ત્રણ મહિનાથી પાકિસ્તાનનો કોઈ રાજદૂત ફ્રાન્સમાં છે જ નહીં. ફ્રાન્સમાં પાકિસ્તાનના છેલ્લા રાજદૂત મોઈન ઉલ હક હતા. ઈમરાન ખાન સરકારે તેમની બદલી કરીને તેમને ચીનમાં પાકિસ્તાનના નવા રાજદૂત બનાવી દીધા. ત્યારથી ફ્રાન્સમાં પાકિસ્તાનના કોઈ રાજદૂત છે જ નહીં. 

ફ્રાન્સના રાજદૂતને કર્યા હતા તલબ
આ અગાઉ પાકિસ્તાને ફ્રાન્સના રાજદૂતને તલબ કર્યા હતા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના નિવેદન સામે પોતાનો અધિકૃત વિરોધ નોંધાવ્યો હતો. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વીટ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો. આ બાજુ બાંગ્લાદેશમાં પણ ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું આહ્વાન કરવામાં આવ્યું છે. ધાર્મિક સમૂહ ઈસ્લામિક યૂથ મૂવમેન્ટે રાજધાની ઢાકામાં એક રેલીનું આયોજન કર્યું હતું અને આ સાથે જ ફ્રાન્સ સાથે રાજનયિક સંબંધ ખતમ કરવા પર  ભાર મૂક્યો. ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારની પણ માંગણી કરી. 

શું છે મામલો?
હકીકતમાં 16 ઓક્ટોબરના રોજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને એક ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીએ પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટુન બતાવ્યું હતું. આ ટીચરનું ગળું ચીરી નાખીને હત્યા કરી દેવાતા ફ્રાન્સમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટીચરને શ્રદ્ધાંજલિ આપતા આ ઘટનાને ઈસ્લામિક આતંકવાદ ગણાવી હતી. ત્યારથી જ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું અભિયાન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news